બજાર સમિતિ વિષે

બજાર સમિતિ વિષે

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઇડર તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતો જ્યાં તેઓ પોતાની ખેત ઉત્પન્ન (પેદાશ) માનપૂર્વક યોગ્ય રીતરશમોથી ભાવ કરી વેચી શકે, જ્યાં તંદુરસ્ત હરિફાઈની ભાવના હોઈ, જ્યાં ખેડૂતો સાથે ન્યાયપૂર્ણ વર્તાવ કરાય અને વેચનરના રૂપ માન્ય રખાય તેવા પ્રકારની વ્યવસ્થા માટે નિયંત્રિત બજારોથી ઉપલબ્ધ છે.

ખેત પેદાશોની ખુલ્લી હરાજી, પ્રમાણિક તોલ, બજારના વ્યાજબી પોષણક્ષમ ભાવો, રોકડા નાણાં, તકરાર ઉપસ્થિત થાય તેવા પ્રસંગે તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા વિગેરે સુવિધાઓ નિયંત્રિત બજારોથી ઉપલબ્ધ છે. બજાર સમિતિ, ઈડર આ સિધ્ધાંતોનો અસરકારક અમલ કરવી ખેડૂત સમાજને પરિવર્તનની દિશામાં મહત્વનો ફાળો આપવા કટિબધ્ધ છે.