પરીચય

પરીચય

વ્હાલા ખેડૂત ભાઈઓ અને વેપારી મિત્રો,

ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી અને ઉધ્યોગના વિકાસ પર દેશના અર્થતંત્રનો આધાર છે અને ભારત જેવા ખેતી પ્રધાન દેશ માટે ખેતીનો વિકાસ અનિવાર્ય છે. જેની મહતમ વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. જે ગામડાઓમાં વસવાટકરે છે. દેશની રાષ્ટ્રીય પ્રગતિનો મુખ્ય આધાર ખેતીના વિકાસ ઉપર જ અવલંબિત છે. સરકારશ્રીએ ખેતીને એક મહત્વના ઉધ્યોગ તરીકે સ્વીકારેલ છે. ખેડૂત સમાજના આર્થિક રીતે પછાત વર્ગો શોષણમુક્ત બને, આર્થિક રીતે સબળ અને સમૃદ્ધ બને તે હેતુસર આપના દેશમાં વિવિધ જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેમાં બજારધારો અગત્યનું સ્થાનધરાવે છે. ખેડૂતો ધ્વારા થતીખેત ઉત્પનની વેચાણ વ્યવસ્થામાં ગેરરીતિઓ ન થાય, વ્યાજબી ભાવો મળે, ખેડૂત શોષન્મુક્ત બની આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે સરકારશ્રીના નિયંત્રણ હેઠળ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઇડર તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતો જ્યાં તેઓ પોતાની ખેત ઉત્પન્ન (પેદાશ) માનપૂર્વક યોગ્ય રીતરશમોથી ભાવ કરી વેચી શકે, જ્યાં તંદુરસ્ત હરિફાઈની ભાવના હોઈ, જ્યાં ખેડૂતો સાથે ન્યાયપૂર્ણ વર્તાવ કરાય અને વેચનરના રૂપ માન્ય રખાય તેવા પ્રકારની વ્યવસ્થા માટે નિયંત્રિત બજારોથી ઉપલબ્ધ છે.

ખેત પેદાશોની ખુલ્લી હરાજી, પ્રમાણિક તોલ, બજારના વ્યાજબી પોષણક્ષમ ભાવો, રોકડા નાણાં, તકરાર ઉપસ્થિત થાય તેવા પ્રસંગે તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા વિગેરે સુવિધાઓ નિયંત્રિત બજારોથી ઉપલબ્ધ છે. બજાર સમિતિ, ઈડર આ સિધ્ધાંતોનો અસરકારક અમલ કરવી ખેડૂત સમાજને પરિવર્તનની દિશામાં મહત્વનો ફાળો આપવા કટિબધ્ધ છે.

બજાર સમિતિ, ઈડર તથા સરકારશ્રીનિ વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતો માટે મિનરલ વોટર પ્લાન્ટ, સેનેટરી બ્લોક, ઈલેક્ટ્રોનિક વે-બ્રિજ, કેન્ટીન, આરામગૃહ, ગ્રેઈન પ્રિ. ક્લીનિંગ મશીન વિચેરે સુવિધાઓ ઉપલબદ્ધ કરવામાં આવેલ છે. મુખ્ય યાર્ડના પરિસરમાં બે ઈલેક્ટ્રોનિક વે- બ્રીજ કાર્યરત છે. જેનો સદુપયોગ ખેડૂતો ધ્વારા હરજીમાં વેચાણ અર્થે લાવવામાં આવતી નિયંત્રિત ચીજ વસ્તુઓની વિના મૂલ્યે વજન કરી આપવામાં આવે છે અનેટે વજન વેપારીઓ ધ્વારા માન્ય રાખવામા આવે છે